સંતરામપુર,પાલિકાનું સૂત્ર પાણી બચાવો જનજીવન બચાવો પાણીનો બગાડ કરવો નહીં પાલિકાના ચોપડા પર અને બેનરો ઉપર જ શોભે છે, પરંતુ સંતરામપુર નગરમાં વિવિધ વિસ્તારોમાં સ્થાનિક રહીશોને પાણી આપવા માટે વાલ જે મૂકવામાં આવેલા છે, તે સંપૂર્ણ લીકેજ છે આના કારણે પાણીનો થયેલો સતત બગાડ તેમ છતાં પાલિકા આ વાલને રીપેરીંગ કરવામાં જરાય રસ નથી. નગરના ગોધરા ભાગોળ વિસ્તાર બસ સ્ટેશનની સામે લુણાવાડા રોડ, કારગીલ પેટ્રોલ પંપની બાજુમાં ચાચર ચોક બાયપાસ, જુમ્મા મસ્જિદની સામે આ દરેક વિસ્તારોમાં દર આંતરે દિવસે સ્થાનિક રહીશોને નગરપાલિકા પાણી પહોંચાડતી હોય છે. તે સમય દરમિયાનમાં વાલ લીકેજ હોવાના કારણે અડધોથી પોણો કલાક સુધી સતત પાણીનું બગાડ અને વેડફાડ થયેલો જોવા મળી આવેલો છે અને આના કારણે વધારે ફોસ આવવાના કારણે પાણી એટલું ઢોળાતું હોય છે કે આખો રોડ 100 થી 200 મીટરની અંતર સુધી પાણી જ પાણી થઈ જતું હોય છે. આ રીતે નગરના ઘણા સમયથી દરેક વિસ્તારોમાં આવી પરિસ્થિતિ સર્જાયેલી છે. જેટલું સ્થાનિક રહીશોને પાણી આપવાનું હોય છે, તેના કરતે નગરપાલિકા વધારે તેનો બગાડ કરેલી છે. નગરપાલિકાની બેદરકારી અને ધોર નિંદ્રાના કારણે આજે સતત પાણીનો બગાડ થઈ રહ્યો છે. પાલિકાના પાણી પુરવઠા વિભાગના કર્મચારી કે જવાબદાર અધિકારી નિષ્કાળજી અને બેદરકારી જોવા મળી આવેલી છે. ગંભીરતાપૂર્વક જરાય નોંધ લેવામાં આવતી જ નથી અને સંતરામપુર નગરપાલિકા કોઈપણ કામગીરી આયોજન વિનાની કરી રહેલી છે. સંતરામપુરમાં આશરે રોજનું વાલ લીકેજ હોવાના કારણે હજારોની લીટરની સંખ્યામાં સતત પાણીનો બગાડ થયેલો છે. આવી સામાન્ય બાબત પણ પાલિકા ધ્યાન રાખે તો પાણીનો બગાડ થતો અટકી શકે છે અને કેટલા વિસ્તારોમાં વાલ ખુલ્લા રહી જવાના કારણે પણ 24 એક કલાક પાણી સતત ચાલુ રહેતું હોય છે અને બગાડ થતો જોવા મળી આવેલો છે.