સંંતરામપુર પાલિકા ટાઉન હોલમાં અલ્પકાલીન વિસ્તાર યોજના માર્ગદર્શક કાર્યશાળાનુંં આયોજન કરાયું

સંતરામપુર, સંતરામપુર ખાતે આદિજાતિ વિકાસ અને પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના કેબિનેટ મંત્રી પ્રો. ડો. કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં દેશનાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 9 વર્ષ પૂર્ણ થયા. તેના ભાગરૂપે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, રત્નાકરજી, પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ આઈ.ટી. સેલના નિખિલભાઈ પટેલ અને પંકજભાઈ શુક્લાની ઉપસ્થિતીમાં વર્ચ્યુઅલ “અલ્પકાલીન વિસ્તારક યોજના” અંતર્ગત અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળાનું આયોજન સંતરામપુર નગર પાલિકા ટાઉન હોલ ખાતે આયોજન સંતરામપુર વિધાનસભાના વિસ્તારક કકુલ પાઠક ધ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીલ્લા પ્રમુખ દશરથભાઇ બારિયા, પ્રદેશ ઉપપ્રમુખ રમેશભાઈ ભાભોર, મહામંત્રી રાવજીભાઈ પટેલ, સંતરામપુર તાલુકાના મંડળના પ્રમુખ બળવંતભાઈ પટેલીયા, મહામંત્રી છગનભાઇ માલ, કડાણા તાલુકા મંડળના, મહામંત્રી કે.પી. ડામોર, નગર સંગઠન પ્રમુખ સંદીપભાઇ ભોઇ, મહામંત્રી નિતિનભાઈ રાણા અને મનોજભાઇ ગૌતમ સહિત પાર્ટીના અગ્રણીઓ, કાર્યકર્તાઓ, બુથ પ્રમુખ અને બુથ ના અલ્પકાલીન વિસ્તારકો, ઉપસ્થિત રહ્યા હતા.