સંતરામપુર, સંતરામપુર નગરપાલિકાની બેદરકારી આખો દિવસ સંતરામપુર નગરમાં સ્ટ્રીટ લાઈટ ચાલુ રહી એકબાજુ નગરપાલિકા પાસે લાઈટ બિલ ભરવા માટે ફાફા પડતા હોય છે. ત્યારે બીજી બાજુ સંતરામપુરના દરેક વિસ્તારોમાં આખો દિવસભર લાઈટો ચાલુ જોવા મળી આવી. બિનજરૂરી આખો દિવસ ચાલુ રહેતા લાઈટ લાઈટ બિલમાં વધારો થતો હોય છે. આખા ગામની અંદર પ્રતાપુરા બજાર બસ સ્ટેન્ડ ચાર રસ્તા લુણાવાડા રોડ દરેક જગ્યાએ લાઈટો ચાલુ જોવા મળી આવેલી હતી. જ્યારે મુખ્ય બજારમાં અને ગોધરા ભાગોળ વિસ્તારમાં એકસાથે સાત સાત લાઈટો જમ્બો નાખવામાં આવેલી હતી. તે પણ ચાલુ જોવા મળી આવેલી હતી. પાલિકા દ્વારા બેદરકારી બહાર આવી આ રીતની આખો દિવસ ચાલુ રહેતા લાઈટમાં મોટાભાગનો લાઈટ બિલ માં પણ પ્રમાણે વધારે થતો હોય છે, જ્યારે બીજી બાજુ પાલિકાને MGVCL માં નાણા ભરવા માટે ફાફા પડતા હોય છે, કેટલીકવાર તો પાલિકા દ્વારા લાઈટ બિલના ભરાતા પાલિકાનો જોડાણ પણ કાપી નાખવામાં આવતું હોય છે, આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. ગુરૂવારના રોજ સાંજે સ્ટ્રીટ લાઈટો ચાલુ કરેલા તો શુક્રવાર આખો દિવસ સુધી ચાલુ રહેવામાં જોવા મળી આવેલા હતા. 24 કલાક સુધી આ લાઈટો ચાલુ રહેતા પાલિકાને કંઈક આવું જોવાયું જ નહીં નગરમાં ચર્ચાનો વિષય બન્યો આશરે 300 થામલાઓના એલઇડી લાઇટો ચાલુ જોવા મળી આવી.