સંતરામપુર, સંતરામપુરમાં ધણા સમયથી જાહેર શોૈચાલય માટેની સ્થાનિક લોકોની બહારથી આવતા મુસાફરો માટે મુશ્કેલી ઉભી થતી અને ફરિયાદો પણ બહુ આવતી હતી. સંતરામપુર પાલિકા દ્વારા પ્રતાપપુરા વિસ્તારમાં સર્કલ પાસે અને બસ સ્ટેન્ડ વિસ્તારના ગોધરા ભાગોળમાં બે જગ્યાએ આધુનિક રીતે ઈ ટોયલેટ તૈયાર કરવામાં આવ્યા હતા. આ ટોયલેટનો ઉપયોગ કરવા માટે 5 રૂપિયાનો સિકકો નાંખે એટલે દરવાજો ખુલે અને તેનો તો જ ઉપયોગ કરી શકાય. દિવસભરમાં આ ટોયલેટનો કેટલા વ્યકિતઓએ ઉપયોગ કર્યો પાલિકામાં બેઠેલા કર્મચારીના મોબાઈલમાં આંકડા જોઈ શકાય છે. આ ટોયલેટની અંદર પાણી કયારે ખુટી જાય તે પણ ઓનલાઈન રીતે બતાવી શકાય છે. આવી આધુનિક સુવિધાવાળો સંતરામપુરમાં જાહેર શોૈચાલય તૈયાર કર્યુ છે. જેથી કરીને બહારથી આવતા લોકોને તેનો ઉપયોગ કરી શકશે.