સંતરામપુર પાલિકા હોલ ખાતે ઝીરો વેસ્ટ ઈવેન્ટસ સન્માન સમારોહ યોજયો

પ્રવૃત્તિ- ઝીરો વેસ્ટ ઇવેન્ટ્સ સન્માન સમારો ના રોજ, નગરપાલિકા સેમિનાર રૂમમાં ઝીરો વેસ્ટ ઈવેન્ટ્સ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન સંતરામપુર મામલદાર પઠાણ અને શહેરના પ્રતિષ્ઠિત સભ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ટી.આર. સુમન કુણાર, 3 પુરૂષો અને 3 મહિલાઓને સફાઈ મિત્ર સન્માન સમારોહ આપવામાં આવ્યો હતો અને આ એવોર્ડ સ્વચ્છ વોર્ડ રેન્કિંગમાં આપવામાં આવ્યો હતો. જેમાં વોર્ડ નંબર-1 પ્રથમ રહ્યો હતો અને વોર્ડ નંબર-3 નંબર બે પર અને વોર્ડ નંબર ત્રણ વોર્ડ નંબર-2 હતો.

મામલદાર પઠાણ એ સ્વચ્છતાના પ્રચાર માટે સ્વચ્છ ભારત મિશનમાં સૌને સહકાર આપવા જણાવ્યું. આ પછી સ્વચ્છતા વિષય પર બ્રાંડ એમ્બેસેડર, સ્વચ્છતા ચેમ્પિયન વગેરેએ વક્તવ્ય આપ્યું અને દરેકને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા. લઘુમતી સમાજના સિપાઈ પંચના અગ્રણી બસીરભાઈ પઠાણનું પણ મામલતદાર દ્વારા પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવેલા હતા. જે સંતરામપુર નગરને સ્વચ્છ રાખવા માટે પણ પોતાના વિસ્તારમાં અને નગરમાં પણ સલાહ આપતા હોય છે અને સ્વચ્છ રાખવા માટે લોકોને જાગૃત પણ કરતા હોય છે.

Don`t copy text!