સંતરામપુર પાલિકા દ્વારા મુકવામાં આવેલ ડસ્ટબીન કચરાથી ઉભરતા દુર્ગંધથી લોકો પરેશાન

સંતરામપુર, સંતરામપુર નગરમાં અલગ અલગ સ્થળ ઉપર ડસ્ટબીન મૂકવામાં આવેલા ખાલી કરવામાં તંત્રની આળશ. સંતરામપુર નગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં સૂકો અને ભીનો કચરો ગામનો કચરો ઠાલવવા માટે મૂકવામાં આવેલા હતા, પરંતુ તંત્રની આળસના કારણે આ ડસ્બીનો કચરાથી ઉભરાઈ રહેલા છે અને આના કારણે આજુબાજુના બહાર રોડ ઉપર જ કચરો ફેલાતો હોય છે અને આજુબાજુ પશુઓ મોઢું મારીને તેનો બગાડ કરતા હોય છે જ્યારે બીજી બાજુ જ્યારે ડસ્ટબીન માંથી દુર્ગંધ આવતી હોય છે. આના કારણે આજુબાજુ રહીશોને પણ મુશ્કેલી પડતી હોય છે અને રોગચાળાનો હોય છે. નિયમ મુજબ ડસ્ટબીનને 24 કલાકમાં ખાલી કરદી ઉપડતું હોય છે, પરંતુ 15-15 દિવસ સુધી ખાલી કરવાનું ના કારણે મૂક્યા પછી પણ નગર ગણતરીની મુશ્કેલી ઉઠી રહેલા છે. ગુજરાત સરકાર દ્વારા મોટાપાયે ખર્ચો કરવામાં આવતો હોય છે, પરંતુ મેનેજમેન્ટના અભાવે આવી રીતે જોવા મળી આવેલા છે. સત્ય પ્રકાશ સોસાયટી, લુણાવાડા રોડ, કારગીલ પેટ્રોલ પંપની બાજુમાં વિવિધ વિસ્તારોમાં આ જ પરિસ્થિતિ જોવા મળી આવેલી છે.