સંતરામપુર, સંતરામપુર નગર માંથી કચરાના ઢગલા જોવા નહીં મળે પાલિકા દ્વારા નાના નટવા ગામે ઘન કચરાના નિકાલ માટે ડમ્પીંગ સાઈડ તૈયાર કરવામાં આવી. સંતરામપુર નગરપાલિકા દ્વારા સંતરામપુર નગરમાં ઘણા વર્ષોથી કચરો નાખવા માટે અને તેનો કચરાનો નિકાલ કરવા માટે સૌથી મોટો પ્રશ્ર્ન ઉભો થયેલો હતો. ગામનો કચરો ઠાલવવો કઈ તે સૌથી મોટો પ્રશ્ર્ન ઉભો થયેલો હતો. તે માટે પાલિકાએ આયોજન કરીને સંતરામપુર તાલુકાના નાના નટવા ગામે ડમ્પિંગ સાઈડ બનાવી આ ડમ્પિંગ સાઈડમાં નગરની અંદર નગરના અલગ અલગ વિસ્તારોમાં દરેક જગ્યાએથી જે પણ કચરો હશે, તે કચરો સંપૂર્ણ રીતે તેના ઉપાડી લેવામાં આવશે. નગરના અલગ અલગ વિસ્તારમાં ખાસ કરીને વાલ્મિકીવાસ રાઈસ મીલ પાછળ બાયપાસ અન્ય ખુલ્લા પ્લોટોમાં જે કચરો ઠલવાતો હતો. હવે ટૂંક જ સમયની અંદર સંપૂર્ણ ઘન કચરો તૈયાર કરવામાં આવેલી ડમ્પિંગ સાઈડમાં ખાલી કરાશે. હાલમાં કામગીરી પૂર્ણ થવામાં આરે થયેલી છે. ત્યારે ટૂંક સમયમાં નગરની અંદરથી ઘન કચરો ઉપાડી લેવામાં આવશે. નગરને ફરીથી સ્વચ્છ રીતે જણાય દેખાય તે રીતનું આયોજન પાલિકાએ કરી લીધેલું છે. ઘન કચરાના ડમ્પીંગ સાઈડમાં બનાવીને તેનો ફાયદા પણ થતી તેના ખાતર પેટે ઉપયોગ પણ કરવામાં આવશે. આવી રીતની પાલિકા દ્વારા આયોજન કરીને ડમ્પીંગ સાઇડ શરૂ કર્યું.