સંતરામપુરની ઉભરતી બાળ ચિત્રકાર

સંતરામપુર, કહેવાય છે ને કે, “મોરના ઈંડા ચીતરવા નાપડે ” તે જ રીતે સંતરામપુરના નગરપાલિકા ખાતે કારકૂન તરીકે ફરજ બજાવતા પ્રવિણસિંહ રૂઘનાથસિંહ સોલંકીની દીકરી કે, જે સંતરામપુરની ક્ધયાશાળામાં ધોરણ-5 માં અભ્યાસ કરે છે. તેમના પિતા એટલે કે પ્રવિણસિંહ પોતે એક આર્ટિસ્ટ છે અને તે જ ગુણ આ નાનકડી દીકરીમાં ઉતરી આવ્યા છે.

કુમારી દ્રષ્ટિ સોલંકી પીંછી સાથે કરામત કરીને સુંદર સુંદર ચિત્રો બનાવી રહી છે અને તેમના ચિત્રો જોઈને આપણા મોઢા માંથી “અદ્દભુત ” શબ્દ સરી પડે છે. કુમારી દ્રષ્ટિ સોલંકીને આગામી સમયમાં ખૂબ સફળતા મળે અને સંતરામપુરનું નામ રોશન કરે તે માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.