સંતરામપુર તાલુકાની ગ્રામ પંચાયતોમાં વીસી 24,000 રૂપિયા ડીફરન્સ તહેવાર પહેલા ચૂકવવા માટે તાલુકા પ્રમુખને રજૂઆત

સંંતરામપુર,સંતરામપુર તાલુકાની ગ્રામ પંચાયતોમાં 40 જેટલા વીસી કામગીરી નિભાવતા હોય છે. આવકના દાખલા અને વિવિધ પ્રકારની કામગીરી કોમ્પ્યુટર પર કરતા હોય છે અને આ વીસીને કમિશન આપવામાં આવતું હોય છે, પરંતુ 15 માં નાણાપંચની 10% રકમ અને રાઇટર ગ્રાન્ટ માંથી તા. 23/2/2023 ના રોજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા પરિપત્ર કરવામાં આવેલ હતું કે 24 હજાર રૂપિયા રકમ દરેક વીસીને ચૂકવવાની રહેશે. પરંતુ આજે નવ મહિના પૂર્ણ થયા છતાં આ પરિપત્રોને આજ દિન સુધી અમલમાં લેવામાં આવેલો નથી. જેના કારણે દિવાળીના અગાઉની તહેવારમાં તહેવાર પહેલા જ અમને રકમ ચૂકવવામાં આવે તો જેથી કરીને અમારા પરિવાર સાથે દિવાળીનો તહેવાર ઉજવણી કરી શકાય તેના અનુલક્ષી લઈને તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા પ્રમુખની લેખિતમાં તમામ વીસીએ રજૂઆત કરી હતી.