
સંંતરામપુર,
દુનિયાની મહામારી કોરોનાના કારણે ધોરણ 10 અને 12 ની 2021ની બોર્ડની પરીક્ષા ન લેવાતા માસ પ્રમોશન મળેલ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે પ્રથમ બોર્ડની પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર દૂર કરવા મુરલીધર શાળામાં બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. તા.20/02/2023 થી શરૂ થઈ 03/03/2023 સુધી બોર્ડની પરીક્ષા પ્રમાણે જે પરીક્ષાનો અનુભવ કરાવવામાં આવ્યો. બોર્ડની જેમ રીસીપ્ટ આપી, બેઠક નંબરોઆપી, ગેટ પરથી ક્રમશ કંકુ ચાંદલો કરી, ગોળ દ્વારા મોઢું મીઠું કરાવી, પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં શાળાના આચાર્ય સંજયભાઈ.આર.પટેલ તેમજ અન્ય શિક્ષક-સ્ટાફ ગણ હાજર રહી પરીક્ષા-એક ઉત્સવનું આગોતરૂં આયોજન કરેલ છે.