સંતરામપુર, આ તો ખોટું જ છે, ચોમાસાની સિઝનમાં ખુલ્લા પ્લોટમાં કચરો ઠાલવીને આરોગ્ય માટે ખતરારૂપ સાબિત છેલ્લા ઘણાં સમયથી સત્યપ્રકાશ સોસાયટીમાં આખા ગામનો કચરો ખુલ્લા પ્લોટમાં ઠાલવવામાં આવતો હોય છે, પરંતુ અહીંયાથી સફાઈ ના કરવાના અભાવે આ કચરો ચારે બાજુ ફેલાઈ ગયેલો જોવા મળી આવેલો છે અને આના કારણે મોટાભાગના પશુઓ ભેગા થઈને ગંધવાનો અને પ્લાસ્ટિક વાગોળતા હોય છે. પવન આવે એટલે ચારે બાજુ તેની દુર્ગંધ ફેલાતી હોય છે. આજુબાજુના રહીશો પણ ત્રાહિહામ પોકારે ઊઠ્યા છે. આ બાબતની અનેક વાર રજૂઆત કરવા છતાં પાલિકા દ્વારા અહીંયા થી કચરાને ઉઠાવવામાં આવતો નથી અને સફાઈ કરવામાં આવતી જ નથી. જેના કારણે મોટાપાયે ગંભીર બીમારીનો પ્રશ્ર્નો ઉભો થયેલો છે. ચોમાસા દરમિયાનમાં આવી ઋતુમાં ડેન્ગ્યુ જેવી બીમારીનું પણ ભરણામાં રહી શકે છે. આવી પરિસ્થિતિને જોઈને સ્થાનિક લોકોએ અવારનવાર રજૂઆત કરી છતાય સફાઈ કરવામાં આવતી નથી. છેલ્લા ઘણા સમયથી સ્થાનિક રહીશો આવા ગંધવાડાના કારણે પોતાનો ઘરનો દરવાજો ખોલવો પણ તૈયાર નથી. તેવી આવી પરિસ્થિતિ ઉભી થયેલી છે. અમે વારંવાર રજૂઆત કરવા છતાં સફાઈ કામદાર અહીંયા જ કચરો ઠાલવી જાય છે અને દુર્ગધ મારતી હોય છે. જેના કારણે આરોગ્ય માટે થતા રૂપ સાબિત થતો હોય છે. અહીંયા થી કચરો બંધ કરે અને સફાઈ કરવામાં આવે તેવી અમારી માંગ છે. દીપેશભાઈ પ્રજાપતિ.