સંતરાપુર, તારીખ 4/10/2023 વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી નિમિત્તે મહીસાગર વન વિભાગ દ્વારા સંતરામપુર પૂર્વ રેન્જમાં આવેલ નરસિંગપુર મુખ્ય પ્રાથમિક શાળામાં વન્યપ્રાણીની મહત્તા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હોય જેમાં ધોરણ-6 થી 8 ના અંદાજીત 60 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હોય જે સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતાને ઇનામ એનાયત કરવામાં આવેલ હોય તથા તમામ વિદ્યાર્થીઓને આશ્ર્વાસન ઇનામ એનાયત કરવામાં આવેલ હતું. સદર ઉજવણીમાં શાળાના શિક્ષક ગણ તેમજ વન વિભાગના સ્ટાફ સાથે રહી વન્ય પ્રાણીઓની મહત્તા તેમજ વન્યપ્રાણાની વિશેષતા વિશે માહિતી આપવામાં આવેલ હતી.