સંતરામપુર નર્સિંગપુર ગામે નદીમાં ડીપ તુટી જતા વાહનવ્યવહાર બંધ

સંતરામપુર, સંતરામપુર સહિત તાલુકામાં આ વર્ષની વરસાદની સીઝનમાં વરસાદના કારણે ઠેર ઠેર રસ્તા તથા નાળા તુટી જવા પામ્યા હતા. જેને કારણે લોકોને અવર જવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તાલુકાના નર્સિંગપુર ગામે નદીમાં પુર આવવાથી આરસીસીનો ડીપ આખો ધોવાઈ ગયો હતો. આના કારણે મોટાભાગના અવર જવર કરતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી અને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ જ રસ્તા ઉપર પ્રાથમિક શાળા પણ આવેલી છે. ડીપ ધોવાઈ ગયો હોવાથી લોકોને અવર જવર માટે બે કિ.મી.વધારે અંતર કાપીને જવુ પડતુ હોય છે. જેથી સંતરામપુર સહિત તાલુકામાં તંત્ર દ્વારા વહેલી તકે આ રસ્તાની મરામત કરવામાં આવે અને રાબેતા મુજબ રસ્તો શરૂ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.