સંતરામપુર નગરપાલિકા નગરના વિવિધ વિસ્તારોમાં ડસ્ટબીન તો મૂકે છે, કચરા ભરેલા ડસ્ટબીન ખાલી કરવામાં પાલિકાની આળસ

સંતરામપુર,સંતરામપુર નગરપાલિકા નગરજનોને સુચના આપે છે, એ જાહેર માર્ગ પર મૂકવામાં આવેલી મોટા ડસ્ટબીનોમાં સૂકો અને ભીનો કચરો આ ડસ્ટબીનમાં નાખો અને તેનો ઉપયોગ કરવો. સંતરામપુર નગરપાલિકા નિયમોનું પાલન કરવા માટે નગરજનોને સુચના આપે છે, પરંતુ પાલિકા ખુદ આ નિયમોનું ઉલ્લંઘન કરે છે. કોલેજ રોડ વિસ્તારમાં કારગીલ પેટ્રોલ પંપની બાજુમાં જાહેર માર્ગો પર મોટા મોટા બે ડસ્ટબીન મૂકવામાં આવેલા છે. છેલ્લા ઘણાં સમયથી આ ડસ્ટબીન અને ભરાઈ જવાના કારણે રખડતા પશુઓ મોઢું મારીને ચારે બાજુ કચરોનો ફેલાવો કરી મૂક્યો છે અને ગંદકી કરી મૂકેલી છે. નગરપાલિકા તંત્ર આવી બાબતોને ગંભીરતાપૂર્વકને અને જ્યારે ડસ્ટબીન ભરાઈ જાય તો તેનું પણ ધ્યાન આપે કારણ કે આવા રખડતા પશુઓ જાહેર માર્ગો પર જ ચારેબાજુ કચરાનો વેરવિખેર કરીને ગંદકી ફેલાવી રહેલા છે. આજુબાજુના સ્થાનિક રહીશ અને વેપારીઓ પણ આવી પરિસ્થિતિ જોઈને મુશ્કેલીમાં મુકાયેલા છે. પાલિકાની ફરજ પૂરી થતી નથી પરંતુ તેને અહીંયા થી ખાલી કરવા માટેની પણ ફરજ અને જવાબદારી તો રહેતી જ હોય છે. ઘણીવાર આ જ રખડતા સૂકો કચરો અને ભીનો કચરો બને અલગ અલગ નાખો તેમ કહે છે, પણ ખાલી કરશે ક્યારે ! એવું નગરમાં ચર્ચાનો વાયુ જ્યારથી અહીંયા ડસ્ટબીન મૂકવામાં આવેલ છે. વારંવાર પાલિકાને રહીશો જાણ કરે ત્યારે જ ખાલી કરતા હોય છે. ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ નગરપાલિકામાં મોટી સંખ્યામાં ગ્રાન્ડ ફાળવવામાં પણ આવતી હોય છે, પણ નગરની પરિસ્થિતિમાં બદલાતી જ નથી પાલિકા તંત્ર દ્વારા આ બાબતે ધ્યાન આપવું જ જોઈએ.