સંતરામપુર નગર પાલિકા હોલ ખાતે પશુપાલન શિબિર અને પ્રદર્શન આયોજન કરાયું

સંતરામપુર, કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રો.ડો. કુબેરભાઈ ડિંડોર ે સંતરામપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે આયોજીત મહીસાગર જીલ્લા પંચાયત, સંતરામપુર તાલુકા પંચાયત અને પશુ દવાખાના દ્વારા તાલુકા કક્ષાની પશુપાલન શિબિર તેમજ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પશુપાલક ખેડૂતો અને મહિલાઓને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી તેમજ માર્ગદર્શન આપ્યું.

ગુજરાત સરકારની ખેડુત, કૃષિ અને પશુપાલન ક્ષેત્ર માટેની લાભદાયક નીતિઓ તથા યોજનાઓને લીધે સહકાર, ડેરી તથા પશુપાલન ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રાજ્ય બન્યું છે અને તેના દ્વારા હજારો પરિવારોને રોજગારી પ્રાપ્ત થઇ છે.

ત્યારે આ કાર્યક્રમ મા સાથે સંતરામપુર તાલુકા વિકાસ અધિકારી જેમિની બેન પટેલ, સંતરામપુર તાલુકા પંચાયતના પ્રમુખ હરેશભાઈ વળવાઈ, સંતરામપુર મામલતદાર, રથના ઇન્ચાર્જ ભરતભાઈ પટેલ, સહીત અધિકારી ગણ, સ્ટાફ ગણ, અને મોટીસંખ્યામાં, ગ્રામજનો તેમજ કર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.