સંતરામપુર નગરની ગુરૂકૃપા સોસાયટીના બંધ મકાનના તાળા તુટીયા પોલીસ પેટ્રોલીંગ ઉપર સવાલ

સંંતરામપુર,

સંતરામપુર નગરની ગુરૂ કૃપા સોસાયટીમાં મકાનના તાળા તૂટ્યા. સંતરામપુર નગરની છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ વખત અલગ અલગ સોસાયટીમાં ચોરીના બનાવો વધ્યા. સંતરામપુર નગરની અમરદીપ સોસાયટી સહકાર દીપ સોસાયટી અને આજે ગુરૂકૃપા સોસાયટીમાં બંધ મકાનમાં ચોરો તાળા તોડીને ઘરમાં પ્રવેશ કરીને સાધારણ સામગ્રી તોડફોડ કરી ચોરી કરી ગયા. આ બાબતની મકાન માલિકે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હવે ચોર અલગ રીતે તરકીબ અપનાવીને ચોરી કરતા હોય છે. અમરદીપ સોસાયટીમાં બીજાની બાઈક ચોરી કરીને ચોરી કરવા નીકળી જાય છે. એ જ રીતે ડબગરવાસ વિસ્તારમાં બે બાઈકની ઉઠાનતરી કરીને રાતની સમયે મકાનના તાળા તોડતા હોય છે. ચોરીના બનાવો બનતા સંતરામપુર નગરના સોસાયટી વિસ્તારના અને રહીશોમાં ભયનો માહોલ જોવાઈ રહેલો છે. પોલીસ તંત્ર સામે પેટ્રોલિંગ નથી ન થવાના અનેક સવાલો ઊભા થતા હોય છે. ગુરૂકૃપા સોસાયટીમાં અને અન્ય વિસ્તારોમાં પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે અને સઘન પેટ્રોલિંગ કરવામાં આવે અવારનવાર જે ચોરીના બનાવો બને છે. આવા ગુનેગારોને પોલીસ પકડે તેવી નગરોમાં ચર્ચાનું જોર પકડું છે, પરંતુ વારંવાર ચોરની ઘટના બનતા પોલીસ સામે સંતરામપુર નગરવાસીઓનો રોષ અને ભારે આક્રોશ જોવાઈ રહેલો છે.