સંતરામપુર નગરને સ્વચ્છ બનાવવા કરોડોનો ખર્ચ છતાં રોડ ઉપર ગંદાપાણી અને ગંદકીનું સામ્રાજ્ય

સંતરામપુર, ક્યાં છે સ્વચ્છતા પાલિકાને ખબર જ નથી. આ વિસ્તાર સ્વચ્છ ભારત, સ્વચ્છ મિશન, સ્વચ્છ આપણું સંતરામપુર નગર તે માત્ર ચિત્રો દિવાલ પર અને કાગળિયા પર જ જોવાય છે. પાલિકાની ધોેરબેદરકારી બહાર જોવા મળી. સંતરામપુર વિસ્તારમાં આવેલો વાલ્મિકી વાસ તાલિક રહીશ હોય અનેકવાર નહીં પણ ઘણીવાર સફાઈ કરાવવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ તો ગંભીર જોવાઈ રહેલી આ વિસ્તારમાં પસાર થવા માટે સૌથી વધારે નાગરિકો અહીંયા આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. આ વિસ્તારની અંદર અને વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજના હેઠળ હાઉસ કનેક્શન આપવા માટે ચેમ્બરો પણ ખુલ્લા કરવામાં આવેલા હતા અને નવા રસ્તા પણ બનાવવામાં આવેલા હતા. પરંતુ પરિસ્થિતિ તો આ જ જોવા મળી આવેલી છે. છેલ્લા નગરપાલિકા 7 વર્ષની અંદર નવા રસ્તા બનાવવા માટે નગરને સ્વચ્છ બનાવવા માટે કરોડ રૂપિયા નાખ્યા ઉ માત્ર બધા રૂપિયા સરકારના પાણીમાં જ ગયા છે. સંતરામપુરનો જરાય નકશો બદલાયો જ નથી જે છે તે પરિસ્થિતિ જોવા મળી આવેલી છે. સરકારી અધિકારીઓએ જો નગરના વિવિધ વિસ્તારોમાં સ્થળ ઉપર જ જઈને વિઝીટ કરે અને મુલાકાત કરે તો પરિસ્થિતિ ખબર પડે કે સંતરામપુર નગરજનોના નાગરિકો કેટલી મુશ્કેલી રહેલા છે.

સરકાર માંથી સ્વચ્છતા માટે અને નગરના વિકાસ માટે મોટી રકમ બજેટ અને ફાળવવામાં આવતો હોય છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલે જોવા જાય તો કામગીરીમાં હતો કંઈક જોવાતું જ નથી. આ જ બોલતી તસ્વીર જોવાઈ રહેલી છે કે રોડ ઉપર ગંદુ પાણી ફરી વળેલું કચરાના ઢગલાંઓ તૂટી ગલા રસ્તાઓ મોટા મોટા ખાડાઓ કયા દેખો કચરાના ઢગલાંઓ હજુ પણ પરિસ્થિતિ આ જોવા મળી આવેલી છે. જો કોઈપણ વ્યક્તિ વાલ્મીકિ વિસ્તાર માંથી પસાર થાય તો તેને ફરજીયાત પગ પણ બગડે છે અને કપડાં પણ ફરજીયાત બગડે છે, તો જ પસાર થઈ શકે છે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહ છે. તેમ છતાંય નગરપાલિકાનું પેટનું પાણી હલતું જ નથી અને કામગીરી કરવામાં જરાય રસ જોવાતો નથી. પાલિકાની બેદરકારી અને નફ્ટાઈ જોવાયેલી છે, શું પાલિકા આ વિસ્તારમાં ક્યારે સફાઈ કરશે અને પાણીનું નિકાલ ક્યારે કરશે, સ્થાનિક વિસ્તારના રહીશો પૂંછી રહ્યા છે અમે તો કેટલીકવાર નગરપાલિકામાં કઈ કઈ ને થાકી ગયા છે, પછી કંટાળીને કહેવાનું બંધ કરી દો.