સંતરામપુર નગરના ડબગરવાસ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય

સંતરામતપુર,

સંતરામપુર નગરમાં નવા ડગબરવાસ અને વિવિધ વિસ્તારોમાં ગંદકીનો સામ્રાજ્ય પાલિકા નગરવાસીઓની આવી વેદના સાંભળશે ખરી…? સંતરામપુર નગર પાલિકામાં ગુજરાત સરકાર માંથી સ્વચ્છતા માટે પેટ ભરીને રકમ ચૂકવવામાં આવે છે, પરંતુ નગરપાલિકાની અને બેદરકારીના કારણે સંતરામપુર નગરમાં રહેતા નગરવાસીઓને ભારે મુશ્કેલી. સંતરામપુર નગરમાં રહેતા નગરવાસીઓને પ્રાથમિક સુવિધા ન મળવાના કારણે એમની વેદનાને કોણ સાંભળશે સૌથી મોટો પ્રશ્ર્ન ઉભો થયેલો છે. સંતરામપુર નગરમાં 12 વર્ષથી ભુગર્ભ ગટરની કામગીરી હાથમાં લીધેલી અને તેને પૂર્ણ પણ કરવામાં આવી ઘરે ઘરે ચેમ્બરો આપવાની કામગીરી હાથ ધરાઈ પરંતુ હજુ સુધી પાલિકાએ મુગટ ગટરને સક્રિય બનાવવા માટે હજુ સુધી નિષ્ફળ ગયેલી છે. નવા ડબગરવાસમાં છેલ્લા છ માસથી 50 ઉપરાંત મકાનો અને 400 ની સંખ્યામાં રહીશો રહેતા હોય છે. પાલિકામાં સફાઈ માટે અને ગંદા પાણીનો નિકાલ કરવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી તેમ છતાં નગરપાલિકાના વોર્ડ નંબર-6 અને દરેક વોર્ડના ચૂંટાયેલા સભ્યો અને પાલિકાના ચીફ ઓફિસર નગરને સ્વચ્છ રાખવામાં નિષ્ફળ ગયેલી છે. એક બાજુ ગટરો ઉભરાઈ રહી છે, ત્યારે બીજી બાજુ ભૂગર્ભ ગટરના ચેમ્બર અને રોડ ઉપર પાણી ફરી વળેલું છે પરંતુ હજી સુધી કામગીરી કરવા તૈયાર જ નથી. આજ પરિસ્થિતિ સંતરામપુરના દરેક વિસ્તારોમાં જોવા મળી રહેલી છે. ઉભરાતી ગટરો રોડ ઉપર ગંદુ પાણી ફરી વળેલું મુખ્ય માર્ગ કચરાના ઢગલા દરેક જગ્યાએ પાલિકા સંતરામપુર નગરમાં સમયસર સફાઈ કરવામાં આવતી નથી. સ્વસ્થ રાખવામાં આવતું નથી. સૌથી મોટી અને સારી ગ્રાન્ટ ગુજરાત સરકાર તરફથી સ્વચ્છતા રાખવા માટે ચૂકવવામાં આવ્યા પછી પણ કામગીરી કરવામાં નિષ્ફળ ગયેલી છે. પાલિકાનો વહીવટ દિન પ્રતિદિન ભંગાર થઈ રહ્યો છે. પાલિકાના ચીફ ઓફિસર જરા સંતરામપુરના દરેક વિસ્તારની વિગત કરે અને મુલાકાત લે તો ખબર પડે ક ના રહીશો કઈ પરિસ્થિતિમાં રહે છે અને હાલાકી ભોગવી રહેલા છે. તમામ લોકોને નગરજનોની રજૂઆતને નીવી મૂકી દીધી છે, પરંતુ લોકોના પ્રશ્ર્નો અને રજૂઆતો સમસ્યાનો હલ કરવામાં નિષ્ફળ ગયેલી છે.