સંતરામપુર,સંતરામપુર નગરમાં આજરોજ વિશ્ર્વ હિન્દુ પરિષદ અને સર્વ હિંદુ ધર્મ પ્રેમીઓ આજે રામનવમીની ઉજવણી કરી હતી. સંતરામપુરના કોલેજ રોડ વિસ્તારમાં હનુમાનજીના મંદિર પાસેથી શોભાયાત્રા કાઢીને વિવિધ માર્ગો પર ફરી પ્રતાપપુરા, મહાકાળી મંદિર પાસે પ્રસ્થાન કરાયો હતો. આ શોભાયાત્રામાં રાજ્ય કક્ષાના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડીંડોર મહીસાગર જિલ્લાના વિશ્ર્વ હિન્દુ પરિષદના નેતા દિલીપભાઈ રાણા અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.