સંતરામપુર,
સંતરામપુર નગરમાં ઐતિહાસિક વારસો વારસો જર્જરી હાલતમાં નગરમાં રાજવી પરિવાર અને રજવાડા વખતનો બનાવવામાં આવેલો અને નગર પાલિકા દેખરેખ અને જાળવણીના અભાવે આજે ખંડેર અવસ્થામાં જોવાઈ રહેલો છે. સંતરામપુરનો ઐતિહાસિક ટાવર ગુજરાતના ગાંધીનગર સુધી અને સરકારી કચેરીમાં ઐતિહાસિક ટાવર નામથી તેની ફોટો કોપી બનાવીને સરકારી કચેરીમાં અને મહીસાગર જિલ્લામાં પણ મૂકવામાં આવે છે, પરંતુ પરિસ્થિતિ એવી જોવાયેલી છે કે સંતરામપુરનો નાક ગણાતો ઐતિહાસિક ટાવર તંત્ર દ્વારા રાષ્ટ્રપર્વે અને દિવાળી નિમિત્તે ફક્ત ડેકોરેશન કરવામાં આવે છે અને રાજકીય અને સરકારી યોજનાના તેનો બોર્ડ લગાવીને ઉપયોગ કરે છે, પરંતુ પરિસ્થિતિ એવી જોગવાઈ રહેલી છે કે હાલમાં પણ ટાવરના એક ભાગે પીપળાનું વૃક્ષ ઊગી નીકળતા ફાટી જવાની અને ગમે ત્યારે પણ પડે તેવી શક્યતા જોવાયેલી છે. આજદિન સુધી નગર પાલિકા અને અધિકારી દ્વારા કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવેલું નથી. વર્ષોથી રજવાડા વખતનું પાલિકાનું જૂનું ઓફિસ આપવામાં આવેલું હતું. પરંતુ હાલમાં તેની પરિસ્થિતિ ખંડેર અવસ્થામાં જોવાઈ રહેલી છે. નગર પાલિકાનું બિલ્ડીંગ જૂનું ચારે બાજુ વાહનો મુકેલા અને ખંડેર અવસ્થામાં જોવાયેલું છે. હાલમાં પણ તેનો ઉપયોગ કરી શકાતો નથી. એવી પરિસ્થિતિ જોવાયેલી છે. આવી ઐતિહાસિક મિલકત જાળવવામાં પણ સરકારી તંત્ર નિષ્ફળ ગયેલી છે.