સંતરામપુર,
સંતરામપુર તાલુકાના વાંકડી ગામે વાર્ષિક ગ્રામસભા યોજવામાં આવી હતી. ગ્રામસભામાં જાગૃત નાગરિકોએ વિકાસના કામો અને ગામના વિવિધ પ્રશ્ર્નોને લઈને ગ્રામસભામાં રજુઆત કરવા આવેલા હતા. આ ગ્રામસભામાં ચુંટાયેલા સરપંચ સામે વિવિધ પ્રશ્ર્નો મુકાયા હતા. તેનો જવાબ આપવાના બદલે સરપંચના પિતા અને સરપંચ જાતે સબુરભાઈ કટારા જાગૃત નાગરિક ઉપર જાનલેવા હુમલો કરીને મારમાર્યો હતો. ગ્રામસભામાં થયેલી મારામારીનો વીડિયો વાયરલ થયો હતો. વાંકડી ગ્રામસભામાં એકને માર મારતા ગ્રામસભા સ્થગિત કરી દેવામાં આવી હતી. ગામના જાગૃત નાગરિકે ગ્રામસભામાં સરપંચને વિકાસના કામોનો સવાલ પુછતા સરપંચની નિષ્કાળજી બહાર આવે તે પહેલા જ દબંગગીરી અને ગુંડાગર્દી બતાવેલી હોવાની ચર્ચા ગામમાં થઈ હતી. વાંકડી ગ્રામ પંચાયતની સભાની મારામારીની સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી.