સંંતરામપુરના ઉખરેલી રોડ ઉપર પુલની પાળી તુટી જતાં વાહનો માટે જોખમી બન્યો

સંતરામપુર, સંતરામપુર ઉખરેલી રોડ ઉપર પુલની પાડી તૂટી જતા વાહન ચાલકો માટે જોખમી કારક બન્યો. સંતરામપુર ઉખલી રોડ ઉપર આવેલા પુલની પાડી તૂટી જવાના કારણે પસાર થતાં નાના-મોટા વાહનો અને વાહન ચાલકોને જોખમીકારક બન્યો અને સૌથી વધારે ખેડાપા આનંદપુરી ફતેપુરા માનગઢ તમામ ગામોમાં જવા માટે આજ બ્રિજનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સંખ્યાબંધ વાહનો અહીંયાથી પસાર થતા હોય છે. પુલ સાંકડો હોવાના કારણે એકસાથે બંને વાહનો પસાર થાય તો તૂટેલા પાડી પાસેથી અકસ્માત થવાની સંભાવના જોવાઈ રહેલી છે. વર્ષો જૂનો બ્રિજએના પરથી મોટા ભાગના વાહનો પસાર થાય તો દુર્ઘટનાને અકસ્માતનું જોખમ જોવાયેલું છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આવા બ્રિજને મરામતની કામગીરી હાથ ધરવામાં આવે તે વાહન ચાલકોની માંગ ઉભી થયેલી છે.