સંતરામપુર, સંતરામપુર તાલુકાના ટીમલા ગામે શોર્ટ સર્કિટના કારણે મકાનને લાગેલી આગ ઘરવખરી સામાન બળીને ખાખ સંતરામપુર તાલુકાના ટીમલા ગામે ડામોર સરદારભાઈના મકાનમાં લાગેલી આગ ભરઉનાળામાં ગરમીના કારણે ઘરના પાંચ વ્યક્તિ ઘરની બહાર સુતા પાંચનો બચાવ થયો. સંતરામપુર તાલુકાના ટીમલા ગામે શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ લાગવાથી ઘરવખરી સામાન અને રોકડા રકમ સહિત બળીને ખાખ થઈ ગયું. આગ લાગવાથી ધુમાના ચારે બાજુથી ગોટા નીકળવા માંડ્યા ચારે બાજુ આંખ ફેલાવવા માંડી હતી. ત્યારે આજુબાજુના ગામના લોકો પાણીનો મારો ચલાવીને આગને બુજાવવાનો સતત પ્રયત્નો કર્યો હતો. કલાકો સુધી આખા મકાનને આગે લપેટમાં લઈ લીધું હતું. ઘરના પરિવારો બાર સુવાના કારણે તેમનો આબાદ બચાવો થયેલો હતો. સરકારી તંત્ર દ્વારા ઘટના સ્થળે પહોંચીને તલાટી અને વિકાસ અધિકારી સહિત પંચકેસ કરેલો હતો. આગ લાગવાના કારણે ઘરના પરિવારો બૂમબરણા કરી મુકેલા હતા અને ગ્રામજનો દોડી આવેલા હતા. આખા મકાનની અંદર તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.