ડાયટ સંતરામપુરના તાલીમાર્થીની ઇન્ટર્નશિપ કાર્યક્રમ યોજાયો

સંતરામપુર,

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુરમાં તાલીમ મેળવી રહેલા ડી.એલ.એડના તાલીમાર્થીઓની ઇન્ટર્નશિપ બે ગૃપમાં યોજાઈ હતી. જેમાં ગૃપ-એ ઉંબેર પગાર કેન્દ્ર ખાતે તેમજ ગૃપ-બી રાણીજીની પાદેડી ખાતે યોજાઇ હતી. જેમાં તાલીમાર્થીઓ વર્ગખંડનો અનુભવ મેળવવા માટે પૂર્વ આયોજન કરી આ બંને પ્રાથમિક શાળામાં પહોંચ્યા હતા. પહેલા દિવસે જ તાલીમાર્થી ખૂબ ઉત્સાહિત હતા સાથે શાળાના બાળકોમાં પણ ખુબજ ઉમંગ જોવા મળ્યો હતો. તાલીમાર્થીઓ પોતાના દૈનિક આયોજન મુજબ પ્રાર્થના, ભજન, ધૂન સાથે અભિનય, બાળવાર્તા જેવી વિવિધ પ્રવૃતિઓથી અવગત કરવામાં આવ્યા હતા. તેઓ પોતાના પાથ આયોજન મુજબ વર્ગમાં જઈને બાળકો સાથે સંવાદ પરિચય મેળવીને બાળકોને અધ્યાપન કરવામાં આવ્યું. આ સાથે શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી, મતદાન પ્રક્રીયા, યોગાસન, રમત-ગમત તેમજ ડી.એલ.એડના તાલીમાર્થીઓ દ્વારા છેલ્લા દિવસે સાંકૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .આ બધા કાર્યક્રમનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે સાથે તાલીમાર્થીઓને આ બધી પ્રવૃત્તિઓ કરવાથી તેમનામાં અનુભવ, સાથે સાથે કઈક નવું કરવાંની જિજ્ઞાસા વધે એ હેતુથી શાળાઓમાં ઇન્ટર્નશિપ યોજવામાં આવે છે. આ ઇન્ટર્નશિપમાં મુખ્ય માર્ગદર્શક તરીકે ડાયટના સિનિયર લેક્ચરર ડો.હર્ષદ પટેલ સહિત તમામ લેક્ચરરઓ દ્વારા આપવામાં આવ્યું હતું.અને ઇન્ટર્નશિપ બાબતે તમામ તાલીમાર્થીઓને તૈયાર કરવામાં આવ્યા હતા અને આમ, કુલ 12 દિવસની પ્રાથમિક શાળામાં સફળતા પૂર્વક ઇન્ટર્નશીપ પુરી કરી હતી.