સંતરામપુર, સંતરામપુર તાલુકાના સીમલીયા ગામે સેજલબેનના લગ્ન 2014માં દિનેશભાઈ રામજીભાઈ પારગી સાથે થયેલા હતા. પરંતુ આજ દિન સુધી વસ્તાર ન હોવાના કારણે સેજલબેનની પતિ અને સાસુ રોજ મેના ટોળા મારતા હતા અને કહેવા લાગતા હતા. આજે તને જમવાનું બનાવતા આવડતું નથી. તને વસ્તાર થતો નથી, તેમ કહીને રોજના રોજ સવાર- સાંજ આખો દિવસ પરણીતાની ત્રાસ આપી મુકેલો હતો અને કહેતા હતા કે મારે તો મારા છોકરાને બીજી બૈરી લાવી છેે, તો અહીંયા થી જતી રહે એવા શબ્દોનો ઉપયોગ કરીને પરણી તને મરવા માટે મજબૂર કરી હતી. દિનેશભાઈ રામજીભાઈ પારગીના ઘરની અંદર જ પરણીતા એ શરીરે કેરોસીન નાખીને પોતાની જાતને જ આગ ચાંપીને સળગાવી મૂકેલી હતી. તેના બચાવ જતા પહેલા જ પરણી જીવ ગુમાવી નાખેલો હતો. આ ઘટનાની જાણ થતા સેજલબેનના ભાઈ શૈલેષભાઈ ગેંદાલભાઈ ખરાડી સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી હતી. સંતરામપુર પોલીસે આરોપી દિનેશભાઈ રામજીભાઈ પારગી સુમિત્રાબેન રામજીભાઈ પારગી શારીરિક અને માનસિક ત્રાસ આપીને અને મરવા માટે મજબૂર કર્યા હતા. પોલીસે બંનેના સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી અને આરોપીની અટકાયત પણ કરવામાં આવેલી હતી.