સંતરામપુર,
સંતરામપુર તાલુકાના વડીયા ગામની પરિણિત મહિલા અને તેની બે પુત્રીના મૃતદેહો કુવામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
સાંગાવાડા ગામની વાડીમાં આવેલા કુવામાંથી મહિલા અને તેની ત્રણ વર્ષથી અને એક દોઢ વર્ષની બે માસુમ બાળકીઓ સાથે મૃતક હાલતમાં મળી આવી હતી. મહિલા સુક્ષા અને બેટી બચાવો બેટી પઢાઓના નારાઓ વચ્ચે આ કમકમાટીભરી ધટના બહાર આવતા સોૈ કોઈના હૃદય કં5ી ઉઠ્યા હતા.સંતરામપુરના વડીયા ગામની પરિણિત મહિલા ગીતાબેન પ્રવિણભાઈ ડોડીયાર(ઉ.વ.30)અને પોતાની બે બાળકીઓ દીપીકાબેન અને દિવ્યાબેનની લાશો ગોઝારા કુવામાંથી મળી આવી હતી. સ્થળ ઉપરથી ગત બપોરે એક બાળકી કુવામાંથી બહાર મૃતક હાલતમાં કાઢી હતી. સાંજે બીજી બાળકી પણ મૃતક મળી આવી હતી. મહિલાના ચંપલ કુવામાં તરતા હતા. અને સવારે કુવામાંથી મહિલા પણ મૃતક હાલતમાં મળી આવી હતી. માતા અને બે બાળકીઓ એક જ કુવામાં મળી આવી હતી. એક સાથે ત્રણના કરૂણ બનવાની ધટનાએ સોૈ કોઈને હચમચાવી દીધા હતા. આ ધટના બનવા પાછળ શુ હકીકત છે તે પોલીસ માટે તપાસનો વિષય છે. મહિલા વડીયા ગામની પરિણિત હતી જેનુ પિયર ભેણદરા ગામ હોવાનુ જાણવા મળે છે. સંતરામપુર પોલીસે ધટના સ્થળે પહોંચીને ત્રણેયના મૃતદેહ બહાર કઢાવીને તેની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.