સંતરામપુરના સગવડીયા ગામે નદીમાં ન્હાવા પડેલ બે યુવાનો ડુબ્યા : બન્ને યુવાનોના મૃતદેહ મળ્યો

સંતરામપુર,

સંતરામપુર તાલુકાના સગવડિયા ગામે નદીમાં નાહવા પડેલા બે યુવાનો ડૂબી જતા સંતરામપુર તાલુકાના સગવડિયા ગામે ચાર યુવાનો ભેગા મળીને ખેતરમાં કરેલું ઘાસ સુંઢિયું જોવા માટે નીકળી ગયા હતા. ત્યારે એક જ કુટુંબના ચાર યુવાનો બે જણા કુવા પાસે બેઠા અને બે જણા નાહવા પડેલા હતા. વિજયભાઈ મોતીભાઈ ડામોર ઉંમર 19 વર્ષ, શૈલેષભાઈ સોમાભાઈ ડામોર ઉંમર 21 વર્ષ નાહવા પડ્યા પછી સમય વીતવા આવ્યો પછી બહાર ના આવતા તેમના પરિવારજનો જાણ કરી ત્યારે ગ્રામજનો આજુબાજુ ભેગા થઈ ગયા. ગામના લોકો ભેગા મળીને ગળી અને જોખો નાખીને નદીની અંદર નાવડી ફેરવીને બે યુવાનોની શોધખોળ ચાલુ કરી ગઈકાલે સાંજના બે યુવાનો નવા પડેલા બંને યુવાનો ડૂબી ગયા હતા. રાતે 10:00 કલાકે નાવડી વડે નદીમાં ફરી ફરીને એક યુવાનને શોધી કાઢવામાં આવેલો હતો. જ્યારે બીજા યુવાનને આજરોજ બપોરના ત્રણ કલાકે શોધખોળ દરમિયાન બહાર કાઢવામાં આવેલો હતો. બંને યુવાનોને સંતરામપુર હોસ્પિટલમાં પીએમ કરવા માટે લઈ જવામાં આવેલા હતા. બંને યુવાનો અમદાવાદ ખાતે કંપનીમાં નોકરી કરતા હતા, પરંતુ હોળીનો તહેવાર કરવા માટે પોતાના વતનમાં આવેલા હતા. તંત્રને જાણ થતા તાત્કાલિક સગવાડિયા ગામે જઈને તલાટી કમ મંત્રી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળે પહોંચીને પંચ કેસ કરેલો હતો. સંતરામપુર પોલીસે અકસ્માત ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરાઈ આવી ઘટના બનતા ગ્રામજનોમાં હિચકે ચોકનું માહોલ જોવા મળી આવેલું હતું