સંતરામપુરના પ્રતાપપુરા વિસ્તારમાં સરકારી કર્મચારીઓના ફાળવેલ કવાટર્સ જર્જરિત

સંતરામપુર,

સંતરામપુર પ્રતાપપુરા વિસ્તારમાં સરકારી કર્મચારીઓને રહેવા માટે 30 જેટલા કવાર્ટસ બાંધવામાં આવેલા હતા પરંતુ કર્મચારીઓ નિવૃત્ત થયા પછી અન્ય સરકારી કર્મચારીઓને ફાળવણી કરવામાં આવેલી ન હતી. અને ધીરે ધીરે તમામ કવાર્ટસ જર્જરિત હાલતમાં અને ખંડેર અવસ્થામાં જોવા મળી રહ્યા છે. સરકારી આટલી મોટી મિલ્કત હોવા છતાં સુધી તેનો દેખરેખ રાખવામાં આવેલુ જ નથી અને આના કારણે આ બંધ કવાર્ટસનો ગેરઉપયોગ થઈ રહ્યો છે. કવાર્ટસમાં અસામાજિક તત્વો તેનો અડ્ડો બનાવી મુકેલો છે. જયારે કેટલાક લોકો કવાટર્સ બંધ હોવાના કારણે કચરો પણ નાંખવા આવતા હોય છે. સોૈથી મોટી વાત એ છે કે, કોઈ રહેતુ નથી તેમ છતાં મઘ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ જોડાણ પણ હટાવવામાં આવેલા નથી. જેને કારણે નિવૃત્ત કર્મચારીઓના નામના લાઈટ બિલ પણ જોવા મળી આવેલા હતા. તંત્ર દ્વારા અગાઉ જર્જરિત હાલતમાં છે તેથી કોઈએ પ્રવેશ કરો નહિ તેઓ માત્ર બોર્ડ લગાવ્યુ હતુ. પરંતુ ખંડેર ગવર્મેન્ટ કવાટર્સ ડિસ્પેન્ટલ જાહેર કરી અને તેને પાડી દઈ ખુલ્લુ મેદાન કરવામાં આવે તો અસામાજિક તત્વોની ગેર પ્રવૃત્તિઓ અટકી શકે તેમ છે.