સંતરામપુર, સંતરામપુર તાલુકાના પાદેડી અડોર અને આજુબાજુના મોટાભાગના ગામોમાં ખેડુતો શિયાળુ પાકમાં ચણા-મકાઈ અને ધઉંની સોૈથી વધારે ખેતી કરે છે. અને વધારે અનાજ અને ઉતારો શિયાળામાં જોવા મળી આવતો હોય છે. જેથી ખેડુતોનો સોૈથી વધારે ખેતીમાં આવકમાં શિયાળુ પાકમાં રહેતી હોય છે. પરંતુ છેલ્લા ધણા સમયથી ખેતરમાં ભુંડો ધુસીને ઉભા પાકને બગાડી રહ્યા છે. અને અને નુકસાન કરી રહ્યા છે. પાકને બચાવવા માટે ખેડુતો ધરના પરિવારો દ્વારા કડકડતી ઠંડીમાં ખેતરમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. અને ભુંડોને ભગાડવા અવનવા પેંતરા કરતા હોય છે. પરંતુ ખેડુતો પાસે મળતી માહિતી મુજબ બહારથી આવતા સરદારો ભુંડને પકડવા નાના બચ્ચાઓને છોડી મુકતા હોય છે. જેથી કરીને તેની સંખ્યામાં વધારો થતાં અને ગામડે ગામડે આવવાનો નાના બચ્ચાથી મોટા થઈને દર વર્ષે આવા ભુંડો મોટી સંખ્યામાં ખેતરમાં ધુસીને ઉભા પાકોને નુકસાન પહોંચાડી રહ્યા છે. શ