સંતરામપુરના નર્સિંગપુરમાં વાલીઓની બેદરકારીના બાળકો બાળ મજુરી કરતા જોવા મળ્યા

બાળ મજુરીના કાયદા અને નિયમ માત્ર ઓફિસ સુધી જ ઉનાળુ વેકેશન પૂરૂં થતાં શાળાઓ પણ ખુલી ગઈ અને શિક્ષણ પણ ચાલુ થઈ ગયું, પરંતુ સંતરામપુર તાલુકાના નર્સિંગપુર ગામે વાલીઓ અને બેદરકારી જોવા મળી આવી નાના બાળકો બાળમજૂરી કરતા જોવા મળી આવેલા હતા. એક બાજુ ગ્રામ્ય વિસ્તારમાં ગુજરાત સરકારના ઘર આંગણે શિક્ષણ મળી રહે તે માટે પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવેલી છે અને શિક્ષણ મેળવવા માટે સતત પ્રયાસો ચાલી રહેલા છે, પરંતુ આવા સમયમાં પણ હજુ પણ ગામડાના બાળકો બાળમજૂરી કરતા જોવા મળી આવેલા છે.

બાળ મજુરનો કાયદો માત્ર ઓફિસ પૂરતો દેખાઈ રહેલો છે. જો આ રીતના બજારમાં બાળમજૂર કરતા ગામડાના ગરીબ વિદ્યાર્થીઓનું તેનો જવાબદાર સરકારી તંત્ર કે વાલી તે અનેક સવાલો ઊભા થઈ રહેલા છે. આવી કાળજાળ મોંઘવારીમાં ગ્રામ્ય વિસ્તારમાં આવકનો સ્ત્રોત ઘટવાથી ગરીબ બાળકોના મા બાપ અને જાતે બાળકો પેટનો ખાડો પુરવા માટે જાતે જ પણ મજૂરી કરતા હોય છે અને બાળકો પણ બાળમજૂરી કરવા આવતા હોય છે.

અત્યારે પણ સંતરામપુર તાલુકામાં પૂર્વ વિસ્તારની અંદર પાણીના અભાવે ખેતી કરી શકતા નથી અને રોજગારીનું સાધન ના હોવાના કારણે આવી મોંઘવારીમાં ઘરના ચાર વ્યક્તિ મજૂરી કરવા મજબૂર બનતા હોય છે જ્યારે બીજી બાજુ આવી મોંઘવારીમાં ખાનગી શાળામાં બાળકોની શિક્ષણ મેળવવા અને સપનું બની ગયું છે આજે સંતરામપુર તાલુકાના નરસિંહપુર ગામના ફૂલકા જેવો ચાર નાના બાળકો બિલકુલ નાની ઉંમરના રોજગારી મેળવવા માટે સંતરામપુરમાં બાળમજૂરી કરતા જોવા મળી આવેલા હતા.