સંતરામપુરમાં કાળઝાળ ગરમી વચ્ચે એકલવ્ય શિષ્યવૃતિની 2832 વિદ્યાર્થીએ પરીક્ષા આપી

સંતરાપુર,સંતરામપુરમાં 42 ડિગ્રીના ગરમીના પારા વચ્ચે 2832 વિદ્યાર્થીઓએ એકલવ્ય અને શિષ્યવૃત્તિની પરીક્ષા આપી સંતરામપુરમાં એક બાજુ લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસારણ ચાલી રહેલું છે. જ્યારે બીજી બાજુ 28 તારીખના રોજ ગ્રામ્ય વિસ્તારોમાં અસંખ્ય લગ્નની મોસમ જોવા મળી રહેલી છે. જ્યારે આજે સંતરામપુર તાલુકાના ધમધમથી ગરમીના વચ્ચે 2832 વિદ્યાર્થીઓએ શાંતિપૂર્વ પરીક્ષા આપી સંતરામપુર તાલુકાના ખેરવા ગામે મોડલ સ્કૂલમાં ધોરણ પાંચ માંથી છઠ્ઠામાં પ્રવેશ મેળવવા માટે એકલવ્યની પરીક્ષા યોજવામાં આવી. જ્યારે આદર્શ નિવાસી શાળાની ધોરણ આઠમાંથી નવવામાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષા યોજવામાં આવી હતી. જ્યારે સંતરામપુરમાં ત્રણ અલગ અલગ પરીક્ષા કેન્દ્ર પર શિષ્યવૃત્તિની પરીક્ષા યોજવામાં આવેલી હતી. જેમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના ધોરણ પાંચ પાના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સૌથી વધારે સંતરામપુર જે એચ મહેતા હાઈસ્કૂલના 656 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી. એસપી હાઈસ્કૂલમાં 274 જ્યારે મુરલીધર હાઇસ્કુલમાં 314 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. ખેરવા મોડલ સ્કૂલની અંદર એકલવ્યની 1312 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે આદર્શ સિવાય શાળાની પ્રવેશ પરીક્ષામાં 276 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ રીતે સંતરામપુર તાલુકામાં કુલ 2832 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આવી કાળજાળ ગરમીમાં ગ્રામ્ય વિસ્તારના લગ્નની મોસમ છોડીને વાલીઓ પોતાના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે સંતરામપુરમાં આવી પહોંચેલા હતા. પરીક્ષા પરીક્ષા પૂર્ણ થવાનો અને પેપર છૂટવાનું અડધો કલાક બાકી હતો, તેમ છતાં વાલીઓ પોતાના બાળકને લેવા માટે અડધો કલાક સુધી ગરમી અને તડકામાં શેકાયા હતા અને શાંતિપૂર્વક માહોલમાં હાઈ સ્કૂલના અને શાળાના શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા શાંતિપૂર્વક માહોલમાં પરીક્ષાલ લેવાયેલી હતી અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આજે પરીક્ષા યોજાઈ હતી.