સંતરામપુર તાલુકાના ગોઠીબડા ગામે સુકી દેવી વિસ્તારમાં આંગણવાડી નંબર એકમાં જર્જરીત હાલતમાં સુવિધા વગરની બની નાસ્તો ના આપવાના કારણે બાળકોની ગેરહાજરી ગુજરાત સરકાર દ્વારા અંતરીયાળ વિસ્તારમાં ગરીબ બાળકોને શિક્ષણ મળી રહે નાના ફુલકા બાળકો માટે ગામડે ગામડે આંગણવાડી ખોલવામાં આવેલી છે. જ્યારે સંતરામપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી ગોઠીબડા ગામે સુકીદેવી આંગણવાડી કેન્દ્ર પર છેલ્લા ચાર માસથી બાળકોને નાસ્તો આપવામાં આવતો નથી. આંગણવાડી કેન્દ્રમાં માત્ર એક જ તેડાગર ઉપર ચાલી રહેલી છે, વર્કરની ભરતી થવાના ના કારણે ચાર પણ આપવામાં આવેલો છે, કોઈકવાર આવે કોઈકવાર ના આવે તેવી પરિસ્થિતિ જોવા મળી આવેલી છે.
આના કારણે વહીવટમાં પણ મોટી ખામી જોવા મળેલી આખી આંગણવાડી મકાન ચોમાસા દરમિયાનમાં બનેલું છે અને પાણી ટપકતું હોય છે અને સુવિધા વગરની બનેલી છે. તેવી પરિસ્થિતિ જોવા મળી આવેલી છે. નિયમ મુજબ મેનુવાર મુજબ બાળકોને ફ્રુટ, નાસ્તો, ચણા અલગ અલગ અવનવી વેરાઈટી વાનગીઓ બનાવીને બાળકોને પીરસવાનું હોય છે પણ અહીંયા તો કોઈ પણ પ્રકારનું નાસ્તો આપવામાં આવતો જ નથી. આવી જ રીતે સંતરામપુર તાલુકામાં મોટાભાગની આંગણવાડીમાં અંતરિયાળ વિસ્તારમાં આંગણવાડી ખોલવામાં પણ આવતી નથી.
તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ખોટા માત્ર તેડાગર વર્કરો અને સીડીપીઓ બધા ભેગા મળીને ખોટા બીલો મૂકીને સરકારના નાણાનો દુરૂપયોગ થઇ રહેલો હોય છે. જ્યારે બીજી બાજુ મહીસાગર જીલ્લા માંથી બારોબાર આંગણવાડી કેન્દ્ર પર કેટલા રમકડાંઓ સાધનો મોકલી આપવામાં આવતા હોવા જોઈએ તે પણ આંગણવાડી સુધી પહોંચતા નથી. આંગણવાડી કેન્દ્ર પર જો તપાસ કરવામાં આવે તો ઘણી બધી મોટી ગેરરીતીયો બહાર આવે છે કે તેની પરિસ્થિતિ જોવા મળી આવેલી છે. મોટીભડા ગામના સંતરામપુર તાલુકાની સીમલીયા, આંજણવા કેટલીક એવી આંગણવાડી જઈને જ્યાં અંતરિયાળ વિસ્તારમાં અપૂરતી સુવિધા ન અભાવ જોવા મળેલો છે. ખરેખર તપાસનો વિષય બન્યો અમારા બાળકો આંગણવાડીમાં મોકલીએ તો કશું ભણાવતા નથી અને નાસ્તો આપતા નથી.