સંતરામપુરના ગોઠીબડા ગામે લાલ મકાઈના ઉભા પાક ઉપર માર્ગદર્શન અપાયું

સંતરામપુર,સંતરામપુર તાલુકાના ગોઠીબડા મુકામે વિશ્ર્વકર્મા એગ્રી બિઝનેસ સેન્ટર (નાનીસરસણ) અને શ્રીકર સીડ્સના પ્રતિનિધિ દ્વારા લાલ મકાઈ (વાસંતી)ના ઉભા પાક ઉપર 250 જેટલા ખેડૂતોને માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું. જેમાં શ્રીકર સીડ્સના છઇખ શ્રીમાન બિપિન કુમાર દુબે, ઝખ મહેશ કુમાર મારવાડી, નાની સરસણ એગ્રોના પ્રતિનિધિ પંચાલ પ્રવીણચંદ્ર, સૌરભભાઈ પંચાલ ઉપસ્થિત રહી ખેતીલક્ષી માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું