સંતરામપુરના ગોધર સ્વામીનારાયણ મંદિરમાં પીડીસી એટીએમ શરૂ કરાયું

મલેકપુર, પંચમહાલ ડિસ્ટ્રેક્ટ કો-ઓપ બેન્ક લી. દ્વારા સંતરામપુર તાલુકાના તીર્થધામ ગોઘર(5) ખાતે સ્વામીનારાયણ મંદિરની બાજુમાં નવીન ATMનું ઉદ્દઘાટન P.D.C બેન્કના ડિરેક્ટર ડો. માનસિંહ ભમાત દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે સંતરામપુર શાખાના મેનેજર યોગેન્દ્રસિંરજી તથા ગોધર (પ)ના સરપંચ હિરેન્દ્રસિંહ વિરપરા તથા ભુપેન્દ્રસિંહ વિરપરા તથા ડેપ્યુટી સરપંચ સાલમભાઈ બારીઆ તથા નારસીંગભાઈ બારીઆ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સદર ATM ની સેવાનો લાભ વાંકડી તથા આંબીયાત સુધીના ડેરીના ગ્રાહકો તથા ગ્રામીણ પ્રજાજનોને મળશે. દૂધ મંડળીના ગ્રામીણ વિસ્તારના નાગરિકોના સમય શક્તિની બચત થશે. એમ જણાવી ગ્રામજનોએ બેંકનો આભાર વ્યક્ત કર્યો હતો.