સંતરામપુરના ફળવા ગામે ફટાકડા ફોડવા બાબતે માર મારી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ

લુણાવાડા,

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ફળવા ગામે ફટકાડા ફોડવા બાબતે ત્રણ શખ્સોએ ત્રણ વ્યકિતઓને માર મારી જાનથી મારી નાંખવાાની ધમકી આપતા ફરિયાદ નોંધાવવા પામી હતી.

સંતરામપુર તાલુકાના ફળવા ગામે રહેતા પ્રભાતભાઈ નારસીંગભાઈ કટારા, ગણપતભાઈ દલાભાઈ કટારા, તથા રમણભાઈ નારસીંગભાઈ કટારા, આ ત્રણેય બાબુસિંહ કાળુભાઈ વાદીને કહેતા હતા કે, તુ ફટાકડા કેમ ફોડતો હતો તેમ કહી ગાળો બોલતા બાબુભાઈએ ગાળો બોલવાની ના પાડતા આ ત્રણેય જણાએ બાબુભાઈને માર માર્યો હતો. તે વખતે બુમાબુમ કરતા બાબુભાઈની પત્નિ નાનીબેન દોડી આવતા તેમને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. તથા બાબુભાઈની બીજી પત્નિ ગલાલીબેન આવતા પ્રભાતભાઈ નારસીંગભાઈએ ગલાલીબેનને માથામાં મારી દીધુ હતુ. આ ત્રણેય જણાએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સદર બનાવની જાણ બાબુભાઈ કાળુભાઈ વાદીએ ફરિયાદ કરતા સંતરામપુર પોલીસે ઉપરોકત ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.