સંતરામપુરના ચુંથાના મુવાડા પ્રવિણ વિદ્યાલયમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઈ

મહિસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના ચુથાના મુવાડા ગામ સ્થિત પ્રેરણા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રવીણ વિદ્યાલય ખાતે આજરોજ ગુરૂપૂર્ણિમાના પવિત્ર પર્વની ઉજવણી ખૂબજ હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. શાળાનાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનો દ્વારા શિક્ષકોનું તિલક કરી પૂજન કરી આશિર્વાદ મેળવવામાં આવ્યાં .

આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસંગોપાત પ્રવચન કરી ગુરૂપૂર્ણિમાં ના પવિત્ર પર્વ વિશે માહિતી આપવામાં આવી. શાળાનાં શિક્ષકો દ્વારા ગુરૂપૂજન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી .

શાળાના આચાર્ય બી.બી.વિરપુરા દ્વારા ગુરૂનો મહિમા સમજાવી ગુરૂઓનું સન્માન કરવા પ્રેરણા આપવામાં આવી. પ્રેરણા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રસિંહ સિસોદીયા શુભેચ્છા સંદેશ પાઠવી ગુરૂપૂર્ણિમા નિમિત્તે તમામને આશિર્વાદ પાઠવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો અને આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના મ.શિ.એચ.કે. વણકરે કર્યું હતું. કાર્યક્રમનું સમાપન સુરેશભાઈ રંગાડીયા ે કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો.