સંંતરામપુરના ચુથાના મુવાડા ખાતે પ્રવિણ વિદ્યાલયમાં માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ

મલેકપુર,

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગામ ચુથાના મુવાડા ખાતે પ્રવીણ વિદ્યાલયમાં વિશ્ર્વ માતૃભાષા દિવસ ઉજવણી રાજ્યના મુખ્યમંત્રી દ્વારા યુટ્યુબ ચેનલના માધ્યમથી દરેક શાળામાં લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. સદર લાઇવ કાર્યક્રમમાં વિદ્વાનો દ્વારા ભાષાકીય માર્ગદર્શન આપી માતૃભાષાને બચાવવા આગ્રહ કર્યો હતો. આ કાર્યક્રમ નિહાળવા શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા. શાળા કક્ષાએ કાર્યક્રમનુ સુચારૂ આયોજન શાળાના શિક્ષક એચ.કે વણકરે કર્યુ હતું. એકદરે કાર્યક્રમ સફળ રહ્યો હતો. જ્ય જ્ય ગરવી ગુજરાત…..