મલેકપુર, મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના ચુથાના મુવાડા ગામ સ્થિત પ્રવીણ વિદ્યાલય ખાતે આજરોજ સુબ્રમણિયમ ભારતીનાં જન્મ દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ‘My signature in my mother tongue ’થીમ પર શાળાનાં શિક્ષીકા જયબેન પંચાલ દ્વારા નોટબુકમાં માતૃભાષામાં સહીઓ કરાવવામાં આવી. ત્યારબાદ પ્રાર્થનાસભા દરમિયાન દર્શનાબેન સુથાર દ્વારા વકતૃત્વ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત તૃપ્તિબેન ચૌધરી દ્વારા માતૃભાષા અંતર્ગત કવીઝનું આયોજન કરવામાં આવ્યું. આમ સમગ્ર કાર્યક્રમનું શાળાનાં ખંતીલા શિક્ષક સુરેશભાઇ રંગાડીયા દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાનાં તમામ વિદ્યાર્થીઓએ ઉપરોકત સ્પર્ધાઓમાં રસપૂર્વક ભાગ લીધો.