સંતરામપુર, સંતરામપુર તાલુકાના ચિવા ગામેના સરપંંચ સુરેન્દ્રભાઈ નાથાભાઈ ડામોર ઉપર હુમલો કરનાર ચાર આરોપી ઈસમોએ કહ્યું હતું કે, તારા ભત્રીજા પ્રવિણ રાજેશભાઈ અમારી સાથે બોલાચાલી કરેલ છે. તેમ કહી સરપંચને ગાળો આપી ગડદાપાટુનો મારમારતાંં સરપંચ જમીન ઉપર પડી ગયા હતા. સરપંચ ઉપર આરોપી ઈસમોએ હુમલો કરતાં આજુબાજુવાળા લોકો દોડી આવ્યા હતા અને આ બાબતે પોલીસને જાણ કરાઈ હતી. આરોપીના હુમલામાં સરપંંચને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે સંંતરામપુર પોલીસ મથકે ચાર આરોપી ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી હોવા છતાં આ ઈસમોની ધરપકડ નહી કરી પોલીસ છાવરતી હોવાના લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે.