સંતરામપુરના બેણદામાં દિપડો જોવા મળતા ગ્રામજનોમાં ભય

સંતરામપુર, સંતરામપુરના બેણદા ગામમાં રહેતા આશરે 25 થી 30 મકાનોના પરિવારોને રાત્રિના સમયે દિપડો જોવાતા ડર અને ભયનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે થોડા સમય પહેલા બેણદા ગામમાં કસ્તુરબા બાલિકા વિઘાલયની દિવાળ પાછળ દિપડો જોવા મળી આવતા પ્રિન્સિપાલે વનવિભાગને લેખિતમાં જાણ કરી હતી. ત્યારે બેણદા ગામમાં દિપડો જોવા મળતા પશુપાલકો પોતાના પશુઓને બચાવવા માટે રાત્રિના સમયે પેટ્રોલિંગ કરી રહ્યા છે. જયારે દિપડાના કારણે ગ્રામજનોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જંગલ વિસ્તારમાં ગમે ત્યારે પણ દિપડો આવી હુમલો કરી શકે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. દિપડો ધણીવાર તો જંગલમાં દિવસે પણ જોવા મળતો હોવાની ચર્ચાએ જોર પકડયુ છે. જયારે સંતરામપુર તાલુકાના ચિતવા ગામે જે દિવસે મહિલા પર દિપડાએ હુમલો કર્યો તે રાત્રિના સમયે એક નહિ પણ બે દિપડા હોવાનુ ગ્રામજનો જણાવી રહ્યા છે.