સંતરામપુરના બટકવાડા ગામે કોન્ટ્રાકટર દ્વારા માલિકીના સર્વે નંબરની જમીનમાં ખોદકામ કરતાં ફરિયાદ

સંતરામપુર,સંતરામપુર તાલુકાના બટકવાડા ગામે કોન્ટ્રાક્ટર દ્વારા સર્વે નંબરની જમીનમાં ખોદકામ કરતા અને વૃક્ષોને ઉખાડી પાડતા જમીન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સંતરામપુર તાલુકાના બટકવાડા ગામે તાવ્યા કાનજીભાઈ રૂમાલભાઈના ખેતરમાં દેવાંગી ઇલેક્ટ્રિકલ્સ બોપલ કોન્ટ્રાક્ટર વીજ વાયરો નાખવા માટેની કામગીરી કરી રહેલા હતા. તે દરમિયાનમાં રોડની જગ્યા છોડીને ગેરકાયદેસર રીતે મંજૂરી વિના તાવિયાડ કાનજીભાઈ સર્વે નંબરની પોતાની માલિકીની જગ્યામાં નાના-મોટા વૃક્ષો તોડીને JCB ને પ્રવેશ કરી અને ખેતીને નુકસાન પહોંચાડી પાડા તોડી ખાડા ખોદી નાખેલા હતા. કાનજીભાઈને ખબર પડતા તાત્કાલિક ખાલા ખોદવાનું બંધ કરાવેલું હતું અને કોન્ટ્રાક્ટ સામે ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. સર્વે કર્યા વિના અને રોડની જગ્યાઓ છોડીને ખેતરોની અંદર જેસીબી દ્વારા ખોદકામ કરતાં જમીનના માલિકે પોલીસ ફરિયાદ પણ નોંધાવેલી હતી અને નુકસાન પહોંચેલું તેના ઉપર કાયદેસર કાર્ય કરવા માટે માંગણી પણ કરી હતી. વર્ષો જૂના ઉછરેલા વૃક્ષો પણ તોડી પાડયા હતા. ઉખાડીને ફેંકી દીધ હતા. ખેતરમાં રોકવાનો પ્રયત્ન કર્યો તો જેસીબી લઈને ડાઈવર ભાગી છુટ્યો હતો. કાનજીભાઈ તાવીયાડે સંતરામપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કાનજીભાઈ પોતાના ખેતરમાં રવિ પાક ચોમાસું પાક દરેક ખેતી કરતા હોય છે અને ચારે બાજુ જેથી કરીને ખેતીને નુકસાન ના થાય તે માટે બોર્ડર પણ કરેલી હતી. આ બધું જીસીબી તોડીને ખેતરમાં પ્રવેશ કરીને લાઈન ખોદવાનો પ્રયત્ન કરેલો નુકસાન પહોંચાડેલું હત