સંતરામપુર મુસ્લીમ બિરાદરો દ્વારા રમજાન ઈદની ઉજવણી કરાઈ

સંતરામપુર, સંતરામપુરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઇદની ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઇદગાહમાં ઇદની નમાજ અદા કરીને એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. સંતરામપુર જુમ્મા મસ્જિદના પેશ ઇમામે દેશમાં શાંતિ અને ભાઈચારો કાયમ રહે તે માટેની દુઆ કરી હતી. દરેક મુસ્લિમે ઇદના દિવસે એકબીજાના ઘરે જઈને ઈદ મુબારક પાઠવેલ હતાં. આ દિવસે ગરીબોને દાન કરવાનું ખૂબ મહત્ત્વ છે.વાડી વિસ્તારમાં ઈદ નિમિત્તે ભરાતા મેળામાં નાના બાળકો નવા કપડાં પહેરીને ઉજવણી કરતા હોય છે. મોટાભાગના લોકો દ્વારા ધંધા રોજગાર બંધ પાડીને શાનદાર રીતે રમજાન ઈદનો તહેવાર મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંતરામપુર પોલીસ પ્રશાસન દ્વારા જાહેર ધાર્મિક સ્થળો પર ઈદના તહેવારને અનુલક્ષીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજના અગ્રણી હાજી અશફાકભાઇ ભૂરા, સલામભાઈ ગટલી, હાજી સબ્બીરભાઈ હાજી મુસા સિભાઈ, સલામ રહીમ સિભાઈ અને ફારૂકભાઈ ભુરા સહિત તમામ મુસ્લિમ અગ્રણીઓએ પોલીસ પ્રસાશને તહેવાર નિમિત્તે સાથ અને સહકાર આપ્યો તે બદલ ખૂબ ખૂબ રમજાન ઇદની મુબારકબાદ અને શુભેચ્છા પાઠવી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો.