હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે સંતરામપુર તાલુકાના મોટા સણીયા ગામે મદારી ફળિયામાં રહેતા બાળકો, વડીલો, મહિલાઓ કુલ મળીને અંદાજિત 40 થી 50 જેટલા લોકોને ઝાડા-ઉલ્ટી અને તાવના ભરડામાં સંપડાયા છે. રોજ 10 થી 15 લોકો ખાનગીમાં અલગ અલગ હોસ્પિટલોમાં અને દવાખાનામાં સારવાર કરાવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ પાણી મચ્છરના કારણે ઝાડા-ઉલ્ટીના કેસ વધી રહ્યા છે. તેવુ ડોકટરે પણ જણાવેલુ હતુ. ધરે ધરે મદારી ફળિયામાં ઝાડા-ઉલ્ટીના કેસો જોવા મળી રહ્યા છે. પરંતુ મદારી ફળિયાના લોકો ખાનગીમાં સારવાર કરાવે છે. અત્યારે પણ ગામની અંદર આજુબાજુ નાના ક્લિનીકો અને સંતરામપુરના હોસ્પિટલોમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ઝાડા-ઉલ્ટીના કેસમાં અડધો ઉપરાંત ગામ ઝપેટમાં આવી ગયુ છે. ગામની અંદર સોૈથી વધારે ગંદકી અને મચ્છરો પણ જોવા મળેલ છે.