સંતરામપુર, સંતરામપુરમાં કાર્યપાલક ઈજનેર પંચાયત, પેટા વિભાગની કચેરીમાં તા.21 જુલાઈ 1977થી રોજમદાર તરીકે ફરજ બજાવતા શુકલભાઈ ભુરાભાઈ ખરાડીને સરકારના પરીપત્ર મુજબના લાભો આપતા હતા. તા.30 જુન 2021ના રોજ નિયમો અનુસાર નિવૃત્ત થતાં સરકાર દ્વારા તેમની રોજમદાર તરીકેની સળંગ નોકરી ગણવાની જગ્યાએ 10 વર્ષ બાદ કરી સરકારી લાભોથી વંચિત રાખતા અરજદારે ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ.ભોઈનો સંપર્ક કરી અન્યાય બાબતે અધિકારીઓને રિપ્રેઝેન્ટેશન પાઠવેલ પરંતુ સરકાર દ્વારા તેમનો યોગ્ય પ્રત્યુત્તર ન અપાતા આ વિવાદ નામદાર ગુજરાત હાઈકોર્ટાં કેસ દાખલ થતાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને નોટિસ પાઠવી કાનુની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં હાઈકોર્ટના સિનીયર એડવોકેટ એ કેસમાં આધાર પુરાવા આધારિત દલીલો કરી હતી. બંને પક્ષકારોની દલીલો સાંભળી કેસના આધારે પુરાવા ઘ્યાને રાખી એસ.પી.ખરાડીને બાકી નીકળતા તમામ લાભો ચુકવી આપવાનો હાઈકોર્ટના જજ નિખિલ એસ.કારેલે હુકમ કર્યો હતો. લાભોની રકમ બે માસમાં ચુકવી આપવાનો પણ આદેશ કરાતા શ્રમયોગીના પરિવારમાં ખુશીની લાગણી પ્રસરી હતી.