- સંતરામપુર પાલિકાના ફાયર ફાયટરો ન આવતાં બેદરકારીના સામે આવી લોકોએ આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ કર્યો.
સંતરામપુર,ફરી બીજીવાર નગર પાલિકાની બેદરકારી બહાર આવી. સંતરામપુર મંગલ જ્યોત સોસાયટીમાં ચાલુ ગાડીમાં આગ લાગી ગાડીનો દરવાજો ખોલીને ગાડીના માલિક બહાર નીકળી ગયા. સંતરામપુર મંગલ જ્યોત સોસાયટીમાં પાલકી રેસ્ટોરન્ટના માલિક દિવ્યેશભાઈ પટેલ પોતાના ઘરેથી જવા નીકળ્યા તે દરમિયાનમાં મંગલ જયોત સોસાયટીને વળાંક વિસ્તારમાં જ અચાનક સીએનજી ગાડી અચાનક ગાડીમાં આગ લાગી ગાડીના માલિક પોતાની બુદ્ધિથી ગાળીને દરવાજાને ધક્કો મારીને એક બહાર નીકળી ગયા હતા અને પોતાની જાન બચાવેલી હતી. આગ લાગવાથી ધીરે ધીરે ચારે બાજુ ફેલાવવા માંડી આજુબાજુના સ્થાનિક રહીશો દોડી આવેલા હતા. પોતાના ઘર માંથી ડોલર પાણી લાવીને આગ બુજાવવાનો પ્રયાસ કરેલો હતો. આગ કંટ્રોલમાં ના આવતા સાવિત્રી હોસ્પિટલ માંથી ફાયર સેફટીના ચાર બોટલો લાવીને આગને કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. કલાક સુધી આગ બુજાવવા માટે લોકોનો સત્સંગ પ્રયાસો ચાલી રહ્યો હતો. નગર પાલિકામાં આજુબાજુના મોટી સંખ્યામાં લોકોએ ફાયર સેફટી મંગાવવા માટે વપરા છાપરી ફોન કર્યો પરંતુ પાલિકા માંથી કોઈપણ વ્યક્તિ ફોન પણ ના ઉપાડ્યો અને યોગ્ય જવાબ જ ના આપ્યો. બે માસ અગાઉ ગાંધી હોન્ડા શોરૂમમાં આ જ રીતે આગ લાગવાના કારણે ખાનગી ટેન્કરો વડે પાણીનો માળો ચલાવીને આગને બુજાવવામાં આવેલી પરંતુ પાલિકાની તંત્રની જરાય પેટનું પાણી હલતું નથી. આજે બીજી વખત આવો ભરચક અને સ્થાનિક પરિવારો સાથે રહેતા વિસ્તારની અંદર આવી અચાનક આગ લાગવાના કારણે મોટી હોનારત ટળી ગઈ આવી ઘટના બનતા લોકો જાઈ દીધી પણ નગર પાલિકાને સહયોગના મળતા અને ફાયર ફાઈટરના આવતા લોકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો હતો. પાલિકાની બેદરકારી સામે અનેક સવાલો ઊભા થયા આટલું મોટું સંતરામપુર તાલુકો હોવા છતાંય સંતરામપુરની સેફટી માટે અને ફાયર ફાઈટર ના હોવાના કારણે નગર પાલિકાનો અંધેરી વહીવટ હવે સ્પષ્ટ જોવાયેલું છે. સીએનજી ગાડી હોવાના કારણે લોકોમાં અને સ્થાનિક રહીશોમાં આગ લાગવાનો ભારે ભાઈ જોવાઈ રહેલો હતો. ધીરે ધીરે આગનો ફેલાવો થતાં બેટરી અને ટાયર ફૂટી જતા મોટો ધડાકો થયો હતો. સોસાયટી વિસ્તારના રહીશો અને હોસ્પિટલના ફાયર સેફ્ટીના સહયોગ મળવાના કારણે આગને બુજાવવામાં આવી પણ લોકોમાં નગર પાલિકા વિશે આપ હજુ જોવા મળી છે કે નગર પાલિકા ક્યારે જાગશે અને ગામના લોકો માટે ફાયર ફાઈટરની ક્યારે સુવિધા કરશે તેવા અનેક સવાલો ઊભા થયા.