સંતરામપુર,સંતરામપુર મામલતદાર કચેરી પાછળ અને જજના બંગલા પાસે ગંદકીનું સામ્રાજ્ય સફાઈનો અભાવ જ્યાં સરકારી કચેરીમાંથી સફાઈ ઝુંબેશની શરૂઆત કરવામાં આવે છે. તેની પાછળ જ મામલતદાર પાછળ કચેરીને પાછળ ભંગાર અવસ્થામાં ક્ધટેનર જોવા મળી આવેલું છે અને તેની પાછળ અસંય ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી આવેલું છે. જ્યારે તેની નજીક જ સિવિલ ડિસ્ટ્રીક જજના બંગલાની ચારે બાજુ પત્રના ઢગલાં અને સફાઈનો અભાવ જોવા મળી આવેલો છે. સ્વચ્છ ભારત સ્વાર્થ ટ્યુશન હેઠળ સંતરામપુર નગરપાલિકા સફાઈ કરવામાં નિષ્ફળ જોવા મળી આવેલી છે. નગરપાલિકાની બિલકુલ સામે મામલતદાર કચેરી અને તેની પાછળ કચરાના મોટા પાયા ડગલા જોવા મળી આવેલા છે, તેની બાજુમાં બંગલો પણ છે. તેની ચારે બાજુ ગંદકીના કારણે રોગચાળાનો ભયભીતી અને મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. અવસ્થા આવા સ્થળો પણ સફાઈ કરવામાં પાલિકાની નિષ્કાળગી જોવાઇ રહેલી છે. આવી સરકારી કચેરીઓ પાસે અને બંગલાઓ પાસે વહેલી તકે સફાઈ થશે ખરી તે અનેક સવાલો ઊભા થઈ રહેલા છે. મામલતદાર કચેરી નો દિવાલ તોડીને તેની પાછળ કચરો ઠાલવવામાં આવે છે, પરંતુ સફાઈ કામદાર દ્વારા ક્ધટેનરમાં નાખવાની જગ્યાએ ખુલ્લામાં ફેંકી દેવામાં આવે છે અને ચારે બાજુ ફેલાવતા હોય છે. આના કારણે રહસતા પશુઓમાં તેને મોઢું મારતા હોય છે અને ચારે બાજુ દુર્ગંધ ફેલાતી હોય છે આવી પરિસ્થિતિ જોવા મળી આવેલી છે. સરકારી કચેરીને આજુબાજુ પણ સ્વચ્છતા જળવાય તે જરૂરી છે.