સંતરામપુર મામલતદાર કચેરી કંપાઉન્ડમાં જાહેરમાં પેશાબથી ભારે ગંદકી

સંતરામપુર, સંતરામપુર મામલતદાર કેમ્પસમાં નગર પાલિકાની હજુ ઊંઘ ઉડતી જ નથી. જાહેર શૌચાલય કચેરીને આવતા અરજદારો ખુલ્લામાં શૌચ્રિક્રયા કરીને પેશાબનો રેલો રોડ ઉપર ફેલાયેલો જોવા મળી આવ્યો. પરંતુ જરાય પાલિકાને સમસ્યાનો નિકાલ કરવા તૈયાર જ નથી. સ્વચ્છ ભારત સ્વસ્થ મિશન પેન્ટિંગ કરેલો બોર્ડ પાસે લોકો ખુલ્લામાં હજુ પણ શૌચક્રિયા કરીને ચારે બાજુ બગાડ કરી મૂકે છે. શૌચાલયની અંદર સફાઈના અભાવે લોકો બહાર પેશાબ કરવા મજબૂર બન્યા, પરંતુ અંદર પરિસ્થિતિ એને એ જ જોવા મળી. આજદિન સુધી કોઈ નિકાલ જ ના કરાયો આના કારણે મામલતદાર કચેરીના કેમ્પસ અને કચેરીમાં જ ઓફિસમાં દુર્ગંધની વાસ આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા. નગરપાલિકાની કચેરી સામે શૌચાલયમાં ગંદકી કરી મૂકેલી છે અને સફાઈ કરવામાં આવતી જ નથી. કચેરીમાં આવતા ફરી અરજદારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. સ્વચ્છ ભારત સ્વચ્છ મિશનનું પાલિકાના ભોગે ગ્રહણ લાગ્યું પરંતુ શૌચાલયની અંદરની ભાગે સફાઈ કરવામાં પાલિકાને જરાય રસ નથી. ખુલ્લામાં શૌચક્રિયા કરીને તેનો રેલો રોડ ઉપર અને ખાબચીયા ભરેલા જોવા મળી રહ્યો છે, નગરપાલિકાની કચેરી સામે અને મામલતદાર કચેરીમાં જ સરકારી તંત્રને ફરજમાં આવતી કામગીરી કરવામાં અને આનો નિકલ કરવામાં તંત્ર જાગશે ખરૂં, નગરમાં લોકોમાં ભારે છૂપો રોષ જોવા મળી આવેલો છે.