સંતરામપુર,સંતરામપુર નગરના પ્રતાપુરા વિસ્તારમાં બગીચો ખંડર અવસ્થામાં જોવા મળ્યો. છ મહિના અગાઉ જ નવા સાધનો મૂકીને કાર્યરત કરવામાં આવેલું હતું પરંતુ હલકી કક્ષાનો અને ગુણવત્તા વગરની સાધનો હોવાના કારણે તૂટી ગયેલા જોવા મળી આવેલા છે. સંતરામપુર નગરમાં પ્રતાપપુરામાં વર્ષો પછી આ બગીચાને કાર્યરત કરવામાં આવેલો હતો. પરંતુ બગીચાની અંદર લપસણી, ફુવારો, જુલા વિવિધ પ્રકારની આઈટમો પાલિકા દ્વારા મોટી રકમ ખર્ચ કરીને નવેસરથી મૂકવામાં આવેલું હતું અને કાર્યરત કરવામાં આવેલું હતું. પરંતુ કામગીરી દરમિયાન હલકી અને ગુણવત્તા વગરની કામગીરી કરવમાં આવતા આ બગીચાની તમામ આઈટમો તૂટી ગયેલી હાલતમાં જોવા મળી આવી ગયેલી છે અને કામગીરીમાં વેઠ ઉતારાના કારણે હાલમાં ફુવારો આઈટમો તમામ પ્રકારનું બંધ હાલતમાં જોવા મળી આવેલું હતું. આટલું મોટું સંતરામપુર નગર હોવા છતાંય બાળકો માટે વૃદ્ધો માટે અને ફેમિલી માટે એક પણ સારૂં બગીચો પણ નથી. સંતરામપુર નગરજનોની ફરવા જવું હોય એ બેસવું હોય તો ક્યાં જવું કે સૌથી મોટો પ્રશ્ર્ન ઊભો થયેલો છે. છ મહિના અગાઉ મોટી રકમ ખર્ચ કરીને આ બગીચાની કાર્યરત કરવામાં આવેલું હતું. પરંતુ તેના બનાવ્યા પછી અને કાર્યરત કર્યા પછી આજ દિવસ સુધી પાલિકા દ્વારા જાળવણી રાખવામાં આવી જ નથી. અંદર એવી પરિસ્થિતિ જોવા રહેલી છે કે, કચરાના ઢગલાઓ તૂટેલા ઉછોડો અને દુર્ગન મારતો ફુવારા નું પાણી પાલિકા આટલી મોટી રકમ ખર્ચ્યા પછી પણ તેનું ધ્યાન કેમ નથી રાખતી તે સૌથી મોટો પ્રશ્ર્ન ઉભો થયેલો છે. આટલું મોટું સંતરામપુર નગર હોવા છતાં નગરપાલિકા એક સારો બગીચો બનાવવા પણ નિષ્ફળ ગયેલી છે, તેવું નગરમાં ચર્ચા રહેલું છે. પાલિકામાં સૌથી મોટી ખાસિયત છે કે, ચૂંટાયેલા સભ્યો જ પોતાના વિસ્તારમાં ભૂતકાળની અંદર જાતે કામ રાખીને ટકાવારાની અપેક્ષા રાખતા હોય છે અને ગુણવત્તા વગરની કામગીરીમાં તપાસનો વિષય બન્યો છે. સંતરામપુરમાં દરેક વિસ્તારોમાં નવા સર્કલો બનાવીને પ્રતિમા મૂકવામાં આવી, પરંતુ નગરમાં એક ફરવા લાયક બગીચોના બન્યો તે સૌથી મોટો વિચાર જેવી વાત છે.