સંતરામપુરમાં મચ્છરણ ઉપદ્રવ વધી જવાના કારણે સંતરામપુરમાં ઠેર ઠેર ઘરે ઘરે ઝેરી મિલરીઓ તાવ શરદી ખાંસી મોટી સંખ્યામાં કેસો જોવા મળી આવેલા છે સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં છેલ્લા પાંચ થી છ દિવસમાં દર્દીઓની સંખ્યા અને ભીડ વધારે જોવા મળી આવેલી હતી. લોકો બીમાર થવાના કારણે સરકારી દવાખાનું અને સંતરામપુરના ખાનગી હોસ્પિટલોમાં ભરમાર જોવા મળી આવેલો હતો.
દરેક જગ્યાએ ઘરે ઘરે વાવડ જોવાયેલું હતું સરકારી દવાખાનામાં રોજીંદી 150 થી 200 અંદાજિત ઓપેડી થતી હોય છે જ્યારે ખાનગી દવાખાનામાં પગ મુકવાની જગ્યા નથી તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે પરંતુ નગરપાલિકાની બેદરકારી જોવાયેલી છે આવા ચોમાસા દરમિયાનમાં મચ્છર નો ઉપદ્રવ વધી રહેલો છે જ્યારે પાલિકા દ્વારા ફોંગિંગ અથવા દવા છાંટવામાં નિષ્ફળ ગયેલી છે નગરપાલિકા દ્વારા નવું જ ફોંગી મશીન લાવવામાં આવેલું હતું અને દવા છાંટવા માટે જથ્થો આવેલો હોવા છતાં કોઈ વિસ્તારમાં દવા છાંટવામાં આવતી જ નથી જ્યારે કોઈ સરકારી પ્રોગ્રામ હોય ત્યારે પાલિકા એ જ વિસ્તારમાં દવા છંટાવતી હોય છે પરંતુ અત્યારે સંતરામપુર અલગ અલગ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા બિલકુલ નિષ્ફળ ગયેલી છે એક બાજુ મચ્છરનો ઉપગ્રહ બીજી બાજુ ઘરે ઘરે ઝેરી મેલેરિયા ન વાવડ જોવા મળેલું છે આવા સમયમાં જ પાલિકા દ્વારા નગરના અલગ અલગ વિસ્તારોમાં દવા છંટાની કામગીરી કરે તેવા નગરજનો ઇચ્છવી રહ્યા છીએ.