સંતરામપુર,
સંતરામપુર નગરમાં ઘણા સમયથી કોરોનાની સંખ્યા નું પ્રમાણ વધારો થાય છે. રોજના સંખ્યાબંધ કેસો પોઝિટિવ આવતા હોય છે. હાલમાં સંતરામપુરના ખાનગી હોસ્પિટલોમાં ભીડ જોવા મળી રહી છે દરેક વિસ્તારોમાં સંક્રમણ વધી રહ્યું છે. મહિસાગર જિલ્લાના કલેક્ટરના આદેશ મુજબ સંતરામપુર નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસરે સંતરામપુર નગરના આજે બે વિસ્તારોમાં સીલ કરવામાં આવેલા છે.
જેમાં મચ્છી બજાર ગલી અને બ્રાહ્મણ વડા બંને વિસ્તારોમાં પોઝિટિવ કેસો ની સંખ્યા વધારે હોવાથી આ બે વિસ્તારને પ્રતિબંધ અને ક્ધટેન્મેન્ટ જાહેર કરવામાં આવેલો છે. આખરે સરકારી તંત્રની નાગરિકોને બેદરકારીને કારણે કડક નિયમ બનાવવાની જરૂર પડી અને ફરીથી કેટલાક વિસ્તારો સીલ કરવા પડ્યા અને ક્ધટેનમેન્ટ જાહેર કરવા પડ્યા હજુ પણ નાગરિકો ની પોતાની જવાબદારી સાંભળવા તૈયાર નથી બેદરકારી જોડાયેલી છે. માત્ર સંતરામપુરના નગરના વેપારીઓ નાગરિકો પોતાની મરજી પ્રમાણે કરે છે, પરંતુ સંતરામપુરમાં દરેક વિસ્તારોમાં સૌથી વધારે સંક્રમણ ફેલાયેલું છે. હવે સંતરામપુર નગરને નાગરિકો અને વેપારીઓ પોતે જ નક્કી કરે કે સંક્રમણ અટકાવવું જોઇએ અને નિયમોનું પાલન કરવું જોઈએ વધારે નહીં પણ સાતેક દિવસ જેટલા પોતાની રીતે સ્વયંભૂ લોકડાઉન કરવું જોઈએ નાગરિકો જ નક્કી કરે છે. હવે હવે નિયમનું પાલન કરશે કે સંક્રમણ ફેલાવશે રામપુર માટે હવે કરો ઘાતક અને ખતરારૂપ સાબિત થયો છે, ઘરે ઘરે પોઝિટિવ કેશો જોવા મળે છે, પરંતુ સરકારના ચોપડે ના દેખાતા નાગરિકો ગંભીરતાથી લેતા નથી હવે તો લોકડાઉન કરવું જ પડશે.